બજારની જેમ બનાવો શકરપારા|Make Shakarpara like a market

બનાવો શકરપારા



શકરપારા બનાવવા જરૂરી સામગ્રી:-

½ કપ દૂધ

½ કપ ખાંડ

½ કપ ઘી/તેલ

2 કપ મૈંદો

તળવા માટે તેલ

 

શકરપારા બનાવવાની રીત:-

બજારની જેમ શકરપારા બનાવવા માટે સોપ્રથમ એક બાઉલ લો અને તેમાં ½ કપ ગરમ દૂધ ઉમેરો.

હવે એમાં ½ કપ ખાંડ નાખીને બરાબર મિક્સ કરો.

ખાંડ ઓગળે પછી, ½ કપ ઘી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. (ખાંડ ઓગળે તે પહેલા ઘી ઉમેરવું નહીં)

હવે ધીમે ધીમે 2 કપ મૈંદો ઉમેરો, સારી રીતે મિકસ કરો અને નરમ લોટ બાંધો.

લોટને 1 કલાક 15 મિનિટ ઢાંકીને રાખો.

1 કલાક પછી લોટને તપાસો અને તેને વધુ એક વાર સારીર રીતે ભેળવો અને બે ભાગમાં વહેંચો.

હવે કણકનો એક ભાગ લો અને બાકીની કણકને ભીના કપડાથી ઢાંકી દો.

હવે તેને વેલણની મદદથી વણી લો અને ધ્યાન રાખો કે લોટ ન તો વધારે જાડો હોવો જોઈએ અને ન તો બહુ પાતળો હોવો જોઈએ.

હવે કણક ને મનપસંદ આકારમાં કાપો.

ગેસ પર એક કઢાઈ મૂકો, તેમાં તળવા માટે તેલ ઉમેરો અને તેને સારી રીતે ગરમ કરો.

તેલ મીડિયમ ગરમ થાય પછી તૈયાર કરેલ શકરપારાને કઢાઈમાં સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.

ચમચા વડે તેલને હલાવતા રહો અને જ્યારે શક્ક્રરપારા સોનેરી થઈ જાય, ત્યારે તેને પ્લેટમાં કાઢી લો.

તમારા શકરપારા તૈયાર છે ખાવા માટે, એનો આનંદ માણી શકો.

Post a Comment

Previous Post Next Post