મમરાના ભજિયાં બનાવવા માટેની સામગ્રી:-
મમરા 1 કપ |
ચણાનો લોટ- 2,3 ચમચી |
ગરમ મસાલો ½ ચમચી |
બારીક સમારેલ કેપ્સિકમ- 1 |
સોજી- 1 ચમચી |
હળદર પાવડર ¼ ચમચી |
બારીક સમારેલા લીલા મરચાં-2 |
ચાટ મસાલો- ½ ચમચી |
ઝીણું સમારેલું લીલાં ધાણાં |
સમારેલી ડુંગળી-1 |
લાલ મરચું પાવડર- 1 ચમચી |
છીણેલાં બટાકા-1 |
મમરાના ભજિયાં બનાવવાની રીત:-
મમરાના ભજિયાં બનાવવા માટે સર્વ
પ્રથમ એક બાઉલ લો અને તેમાં 1 કપ મમરા ઉમેરો.
હવે પછી એમાં ½
કપ સમારેલા કેપ્સિકમ, બે બારીક સમારેલાં લીલાં મરચાં, એક બારીક સમારેલી ડુંગળી, 2-3 ચમચી ચણાનો લોટ અને 1
ચમચી સોજી ઉમેરો.
એ પછી એમાં ½
ચમચી ચાટ મસાલો, 1 ચમચી લાલ મરચું પાવડર, ½ ચમચી ગરમ મસાલો, ¼ ચમચી હળદર પાવડર, 1 ચમચી મીઠું ઉમેરો.
હવે તેમાં 1 ચમચી લીલાં ધાણાં ઝીણા
સમારેલાં, એક છીણેલું કાચું બટાકું ઉમેરો અને બધુ બરાબર મિક્સ કરો.
એક ચમચી પાણી ઉમેરો અને બધુ બરાબર
મિક્સ કરો.
હવે મિશ્રણનો એક પછી એક નાના-નાના
ભાગ લો અને તેમાથી ગોળ બોલ બનાવો.
એ પછી ગેસ પર એક કઢાઈ મૂકો તેમાં
તળવા માટે તેલ ઉમેરો અને તેને સારી રીતે ગરમ કરો.
તેલ ગરમ કર્યા પછી તૈયાર મમરના
ભજિયાં એમાં નાખીને બરોબર તળી લો.
થોડી વારમાં બધા જ પકોડા પલટાવીને
સારી રીતે તળી લો.
પકોડા સોનેરી અને ક્રિસ્પી થઈ જાય
પછી તેને પ્લેટમાં કાઢીને આગળનો ગોળ તળી લો.
હવે તમારા પરફેક્ટ સ્વાદિષ્ટ મમરાના
ભજિયાં તૈયાર થઈ ગયા છે.