ઉસળ પાવ બનાવવાની રીત
ઉસળ પાવ બનાવવા જરૂરી સામગ્રી
½ કપ- સફેદ વટાણા અથવા લીલા
વટાણા |
½ ટીસ્પૂન આદું લસણની
પેસ્ટ |
1 ડુંગળી સમારેલી |
1 લસણ સમારેલું |
1 ચમચી વરિયાળી |
1 ચમચી કોથમીર |
1 ચમચી જીરું |
6-7 લવિંગ |
5-6 કાળા મરી |
½ લીલી એલચી |
3 સુકાં લાલ મરચાં |
સ્વાદ મૂજબ મીઠું |
જરૂરિયાત મૂજબ પાઉં |
|
ઉસળ પાવ બનાવવાની રીત
ઉસળ પાઉં બનાવવા માટે સો
પ્રથમ સૂકા વટાણાને પલાળી લો, પછી એક
પેનમાં તેલ ગરમ કરો. તેલ શિવાય તમે દેશી ઘી નો તડકો પણ લગાવી
શકો છો.
હવે તેમાં ડુંગળી ઉમેરો અને
તેને બ્રાઉન થાય ત્યાં સુધી સારી રીતે શેકો અને પછી ગેસ બંધ કરી દો.
હવે શેકેલી ડુંગળીને આદું
અને લસણ સાથે શેકી લો અને તેની પેસ્ટ બનાવી લો.
આ પછી, વટાણા (સૂકા) ને પ્રેશર કૂકરમાં મૂકો અને
તેને પકાવો. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો અને પછી કઢી અને લસણનો ભૂકો નાખીને ઉમેરો.
જ્યારે લસણ સારી રીતે તળાઈ
જાય ત્યારે તેમાં ગ્રાઈણ્ડ પેસ્ટ અને બીજી બધી સામગ્રી ઉમેરો અને પછી ગ્રેવીને
સારી રીતે ફ્રાય કરો.
પછી તેમાં બાફેલા વટાણા અને
મીઠું નાખો, બરોબર બફાઈ જાય એટલે ગેસ
બંધ કરો.
તમારું ઉસળ પાવ તૈયાર ચ્હે, હવે તમે તેને પાઉં અને દંહી સાથે ગરમાગરમ
સર્વ કરી શકો છો.