ડુંગળીના ભજીયા ઘેરે કેમ બનાવવા|How to make onion fritters at home in gujarati

 

ડુંગળીના પકોડા

બનાવો ડુંગળીના સ્વાદિષ્ટ ભજીયા 10 મિનિટમાં ઘેરે..

 

ડુંગળી(કાંદા)ના ભજીયા બનાવવા માટે સામગ્રી:-

 

બેસન 1 કપ

આદું પેસ્ટ 1 ચમચી

ચોખાનો લોટ 2-3 ચમચી

3-4 ચમચી સમારેલું કોથમીર

ડુંગળી 2-3 લાંબી સમારેલી

1 ચમચી લાલ મરચાનો પાવડર

1-2 મરચાં ઝીણાં સમારેલાં

¼ ચમચી ગરમ મસાલો

લસણ પેસ્ટ 1 ચમચી

1 ચપટી હિંગ

સ્વાદ મુજબ મીઠું

 

 

ડુંગળી(કાંદા)ના ભજીયા બનાવવાની રીત:-

 

 સર્વ પ્રથમ ડુંગળીને છોલી બરોબર ધોઈ લો.

ત્યારબાદ તેની વચ્ચેથી બે ભાગ કરી લો લાંબી સમારી લો.

આની સાથે જ લીલા મરચાં ને પણ ઝીણાં ઝીણાં સમારી લો.

એક વાસણ લઈ તેમાં સમારેલી ડુંગળી, લીલા મરચાં, આદું-લસણની પેસ્ટ, કોથમીર, હિંગ, લાલ મરચું પાવડર અને જરૂર મુજબ મીઠું નાખી બધું બરોબર મિક્સ કરી લો.

એ પછી તેમાં ચોખાનો લોટ અને બેસન નાખી બરોબર સારી રીતે મિક્સ કરો.

બધું બરોબર મિક્સ થઈ જાય એ પછી 10 મિનિટ એક બાજુ પર ઢાંકીને મૂકી દો.

જેથી મીઠાના કારણે ડુંગળી પોતાનું પાણી છોડે અને પકોડા માટેનું મિશ્રણ તૈયાર થઈ શકે.

10 મિનિટ બાદ ફરીથી હાથ વડે બધું મિક્સ કરો અને સાથે 1 ચમચી તેલ એમાં મિકસ કરો.

જરૂર જણાય તો મિશ્રણમાં એકથી બે ચમચી પાણી નાખી મિક્સ કરી શકો.

એ બધું મિક્સ થયા બાદ ગેસ પર એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો.

તેલ ગરમ થાય એટ્લે એમાં પકોડાના મિશ્રણમાથી થોડું થોડું મિશ્રણ લઈ તેલમાં નાખતા જાઓ.

પકોડા ગોલ્ડન થાય ત્યાં સુધી તેલમાં તળો, આમ બધા જ પકોડા તૈયાર કરી લો.

ગરમાગરમ પકોડા ચટણી સાથે પીરસો અને એનો આનંદ લો મિત્રો અને સબંધીઓ સાથે. 

Post a Comment

Previous Post Next Post