ચટાકેદાર કાચી કેરીની બનાવો ચટણી આ રીતે|Make a raw mango chutney in Gujarati

 

ચટાકેદાર કાચી કેરીની ચટણી

ભોજનમાં તમને ટેસ્ટ પડતો નથી, કઈક નવું ટ્રાઇ કરવાની તમારી ઇચ્છા છે, તો આવો આજે ભોજન સાથે કઈક ચટાકેદાર સ્વાદ સાથે કાચી કેરીની ચટણીનો સ્વાદ માણીએ. કાચી કેરીની ચટણી કેમ બનાવવી એની સામગ્રીમાં શું હોય શકે? એ વિષયક માહિતી તેમજ કાચી કેરીની ચટાકેદાર ચટણી કેમ બનાવવી એની માહિતી મેળવીએ આજના આર્ટિકલમાં.

 

કાચી કેરીની ચટણી બનાવવા માટેની સામગ્રી:-

 

કાચી કેરી 2

લાલ મરચું 8

જીરું પાવડર ½ ચમચી

ડુંગળી 4

કોથમીર

કાશ્મીરી લાલ મરચું પાવડર ¼ ચમચી

લસણ 2

સ્વાદ મુજબ મીઠું

નાળિયેર 4 ચમચી

 

 

કાચી કેરીની ચટણી બનાવવાની રીત:-

 

કેરીની ચટણી બનાવવા માટે બે કાચી કેરી, ચાર ડુંગળી(કાંદા), બે આખા લસણની કળી, આઠ લાલ મરચાં અને લીલા ધાણા (કોથમીર) લો.

કાંટાની મદદથી કેરીમાં છિદ્રો બનાવો.

ગેસ પર રોસ્ટિંગ સ્ટેન્ડ મૂકો અને તેના ઉપર કેરી મૂકીને કેરીને ધીમી આંચ પર શેકી લો.

40 % કેરી શેકાઈ જાય પછી ડુંગળી અને લસણને પણ સ્ટેન્ડ પર મૂકો અને સારી રીતે શેકી લો.

સારી રીતે શેકયા પછી, એક પ્લેટમાં બધુ કાઢી લો અને બધુ ઠંડુ થવા દો.

સૂકા લાલ મરચાને પણ રોસ્ટિંગ સ્ટેન્ડ પર મૂકો અને તેને સારી રીતે શેકી લો.

1 મિનિટ પછી, શેકેલા લાલ મરચાને પ્લેટમાં કાઢી લો.

શેકેલી કેરીને છોલીને તેના નાના ટુકડા કરો.

ડુંગળી અને લસણની છાલ કાઢીને તેને સારી રીતે કાપો.

બધી સામગ્રીને પીસવા માટે (સિલ-બટ્ટા અથવા પથ્થરની ખાંડણી) પર મૂકો.

સ્વાદ મુજબ મીઠું, ½ ચમચી જીરું પાવડર, ¼ ચમચી સૂકું લાલ મરચું પાવડર ઉમેરીને બરોબર પીસી લો.

4 ચમચી છીણેલું નાળિયેર ઉમેરો અને તેને સારી રીતે ક્રશ કરો.

બરાબર ક્રશ કર્યા પછી ચટણીને પ્લેટમાં કાઢી લો.

તમારી સ્વાદિષ્ટ કાચી કેરીની ચટણી ખાવા માટે તૈયાર છે તમે એનો સંપૂર્ણ આનંદ માણી શકો.

  

Post a Comment

Previous Post Next Post