પાલક થેપલા કેમ બનાવવા જાણો અંહી|Why make palak thepla

પાલક થેપલા


તમારા માટે લઈને આવ્યાં છે  સ્વાદિષ્ટ પાલક થેપલા બનાવવાની રીત, તો મિત્રો આ રેસીપીથી બનાવવો ઘેરે

 જ અને એની મજા માણો પરિવાર સાથે. 


પાલક થેપલા માટે સામગ્રી:-

ઘઉનો લોટ 2 કપ (300 ગ્રામ)

ચણાનો લોટ ½ કપ (50 ગ્રામ)

પાલકની પ્યુરી ¾ કપ

લીલા મરચાં 1

આદું ½ ઇંચ

દંહી 4 ચમચી

મીઠું સ્વાદ અનુસાર

હળદર પાવડર ½ ચમચી

લાલ મરચું પાવડર ½ ચમચી

જીરું ½ ચમચી

અજમો ½ ચમચી

કસૂરી મેથી 1 ચમચી

હિંગ 1 ચપટી

ગરમ મસાલો ¼ ચમચી

ઘી 1 ચમચી

 

પાલક થેપલા માટે પાલકની પ્યૂરી બનાવવાની રીત:-

250 ગ્રામ પાલકની દાંડી કાઢીને સારી રીતે ધોઈને સૂકવી લો. હવે મિક્સર જારમાં પાલક, 1 લીલું મરચું અને અડધો ઇંચ આદુનો ટુકડો નાખો. તેને બારીક પીસી લો, રીતે પાલકની પ્યૂરી તૈયાર થઈ જશે.

 

પાલક થેપલા માટે કણક બાંધવાની રીત:

એક બાઉલમાં 2 કપ ઘઉનો લોટ, ½ કપ ચણાનો લોટ, ¾ કપ પાલકની પ્યૂરી, 4 ચમચી દંહી, 1 ચમચી મીઠું, ½ ચમચી હળદર પાવડર, ½ ચમચી વાટેલું લાલ મરચું પાવડર, ½ ચમચી જીરું, 1 ચમચી અજમો (મસળી લો), 1 ચમચી કસૂરી મેથી (છીણેલી), 1 ચમચી ગરમ મસાલો અને 1 ચમચી ઘી ઉમેરો.

તે બધુ સારી રીતે મિક્સ કરો, પછી થોડું થોડું પાણી ઉમેરો અને નરમ કણક બાંધો. ભેળવી લીધા પછી થોડું ઘી લો અને લોટને હળવો ગૂંથી લો, પછી તેને ઢાંકીને 20 મિનિટ માટે બાજુ પીઆર રાખો.

 

પાલક્ના થેપલા બનાવવાની રીત:

થોડું ઘી ઉમેરીને કણક મસળી લો, હવે થોડો લોટ તોડીને ગોળ પૈડાં જેવો બનાવો. પછી તેને સૂકા લોટમાં લપેટીને રોટલીની જેમ પાતળો વણી લો. હવે તવીને ગરમ કરો અને તેના પર થોડું ઘી લગાવીને ફેલાવો. ત્યારબાદ થેપલાને તવી પર મૂકી મધ્યમ તાપ પર પકાવો.


જ્યારે થેપલાનો રંગ ઘાટો થઈ જાય ત્યારે તેના પર ઘી લગાવીને પલટી લો, બંને બાજુ બ્રાઉન ફોલ્લીઓ દેખાય ત્યાં સુધી તેને શેકી લો. તેને ઉતારીલો અને બાકીના થેપલા પણ તે રીતે તૈયાર કરો. રીતે પાલક્ના થેપલા તૈયાર થઈ જશે. થેપલા અથાણું અને દંહી સાથે સર્વ કરો અને તેની મજા માણો.  

Post a Comment

Previous Post Next Post